શ્રાવણ માસમાં ભક્તિની સાથે ફરાળ અને ડ્રાયફ્રૂટના ભાવમાં તેજી
શ્રાવણ માસમાં ભક્તિની સાથે ફરાળ અને ડ્રાયફ્રૂટના ભાવમાં તેજી
Published on: 17th August, 2026

રાજકોટમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાયો હતો. લોકો ઉપવાસ બાદ ફરાળ અને ડ્રાયફ્રૂટની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. સાબુદાણા વડા, ફરાળી પેટીસ, અને વેફર જેવી વાનગીઓની માંગ વધી હતી. જોકે, ખાદ્યતેલના ભાવ વધારાને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે. કાજુ, બદામ, કિસમિસ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટના ભાવમાં પણ રૂ. 400 થી રૂ. 450 પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે, છતાં ખરીદીમાં ઘટાડો થયો નથી.