ગુજરાત ગેસ CNG ભાવમાં ભારે વધારો
ગુજરાત ગેસ CNG ભાવમાં ભારે વધારો
Published on: 18th August, 2026

ગુજરાત ગેસ દ્વારા 28 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે CNGનો ભાવ 88.75 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં CNGના ભાવમાં 52.75% નો વધારો થયો છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે. અગાઉ પેટ્રોલ સામે CNG સસ્તું હતું, પરંતુ હવે ભાવવધારાને કારણે બચતનું માર્જિન ખૂબ જ ઓછું થઈ ગયું છે. આ ભાવવધારો ટ્રાન્સપોર્ટરો માટે પણ પડકારરૂપ બન્યો છે કારણ કે ડીઝલના ભાવ સામે CNG હવે નજીક પહોંચી ગયું છે.