મહુવામાં 3 દિવસમાં સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો.
મહુવામાં 3 દિવસમાં સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો.
Published on: 08th February, 2026

ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની સરખામણીમાં લાલ ડુંગળીની આવકમાં વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો વધારો થયો છે. ખેડૂતોને ડુંગળીના ઉંચા ભાવ મળી રહ્યા છે, જેનાથી તેઓ રાહત અનુભવી રહ્યા છે. સફેદ કાંદાની આવકમાં આગામી 20 દિવસ બાદ વધારો નોંધાશે અને મે મહિના સુધી ડુંગળીની આવક થતી રહેશે.