વૃક્ષારોપણ: પર્યાવરણની જરૂર, સોશિયલ મીડિયાની નહીં.
વૃક્ષારોપણ: પર્યાવરણની જરૂર, સોશિયલ મીડિયાની નહીં.
Published on: 19th May, 2026

આપણે વૃક્ષોને માત્ર સોશિયલ મીડિયા પર ફોટો માટે વાવીએ છીએ? અખબારમાં પ્રેસનોટ છપાવવા કે વોટ્સએપ પર શેખી મારવા? પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષ વાવીને અને ફોટો શેર કરીને પૂરી થઈ જાય છે. મોટાભાગના રોપેલા વૃક્ષોને પછી ભૂલી જવાય છે, જેના કારણે તેમનો સર્વાઇવલ રેટ ઓછો રહે છે. વૃક્ષારોપણ પ્રતિષ્ઠા નહીં, પણ પર્યાવરણ માટે થવું જોઈએ. વૃક્ષ વાવો ત્યારે તેની નિયમિત કાળજી લેવાનાં હો, તો જ વાવો.