સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરીની કાપણી પુરજોશમાં.
સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરીની કાપણી પુરજોશમાં.
Published on: 17th May, 2026

સોમનાથ વિસ્તારમાં ઉનાળુ બાજરીનો પાક તૈયાર થઈ ગયો છે અને કાપણી પુરજોશમાં ચાલી રહી છે. સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 7555 હેક્ટર વિસ્તારમાં બાજરીનું વાવેતર થયું છે. ખેતરોમાં લહેરાતો પાક સુંદર દ્રશ્યો સર્જે છે. ખેડૂતો સારા ભાવની અપેક્ષા રાખે છે.