સુરેન્દ્રનગરના માલવણના ખેડૂતની દેશી ખારેક ખેતી
સુરેન્દ્રનગરના માલવણના ખેડૂતની દેશી ખારેક ખેતી
Published on: 18th July, 2026

ચોમાસામાં પાક નુકશાનીથી કંટાળેલા ઝાલાવાડના ખેડૂતો હવે બાગાયતી પાક તરફ વળી રહ્યા છે. પાટડી તાલુકાના માલવણના ખેડૂત અકબરભાઇ કાસમભાઇ મોમીએ વીસ એકર જમીનમાં રાસાયણિક ખાતર અને દવા વગર, દેશી પદ્ધતિથી ખારેકની ખેતી કરી છે. અગાઉ જ્યાં પાંચ લાખની આવક થતી હતી, ત્યાં હવે ૨૫ લાખ રૂપિયાની આવક થાય છે. આ પદ્ધતિમાં ખર્ચ અને મજૂરી ઓછી છે અને જોખમ પણ નથી. તેથી, અન્ય ખેડૂતોને પણ ખારેકની ખેતી અપનાવવાની પ્રેરણા મળી રહી છે.