ખેડૂતોની જમીન દરિયામાં સમાતી અટકાવવા સાંસદની સ્થળ મુલાકાત અને અધિકારીઓને સૂચના
ખેડૂતોની જમીન દરિયામાં સમાતી અટકાવવા સાંસદની સ્થળ મુલાકાત અને અધિકારીઓને સૂચના
Published on: 24th June, 2026

વલસાડ દાંતી ગામમાં દરિયાઈ ધોવાણને કારણે ખેડૂતોની કિંમતી ખેતીલાયક જમીન દરિયામાં સમાઈ જવાની ઘટના સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ બાદ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દાંતી અને કકવાડી વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. તેમણે દરિયા કાંઠે ચાલી રહેલા Protection Wall ના કામની સમીક્ષા કરી, સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે ચર્ચા કરી. વધતા ધોવાણથી ખેતીની જમીન અને વસાહતોને પડતા જોખમ અંગે માહિતી મેળવી સંબંધિત અધિકારીઓને કામગીરી ઝડપી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સૂચના આપી.