મગફળીના ખેતરમાં વીજળી પડતાં ઝોઝની શ્રમિક માતા અને ચાર વર્ષના પુત્રનું કરુણ મોત
મગફળીના ખેતરમાં વીજળી પડતાં ઝોઝની શ્રમિક માતા અને ચાર વર્ષના પુત્રનું કરુણ મોત
Published on: 15th September, 2026

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામની સીમમાં મગફળીના ખેતરમાં કામ કરી રહેલા છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામના શ્રમિક માતા અને તેમના ચાર વર્ષના પુત્ર પર આકાશી વીજળી ત્રાટકી હતી. ઘટનામાં બંનેના સ્થળ પર જ મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતાં અને કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું શરૂ થતાં આ દુર્ઘટના બની હતી. વીજળીનો ઝાટકો એટલો ગંભીર હતો કે માતા અને પુત્ર બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. હળવદ પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.