વિજાપુરના ખરોડ ગામમાં ખેતરના શેઢે ગાંજાની ખેતી ઝડપાઈ
વિજાપુરના ખરોડ ગામમાં ખેતરના શેઢે ગાંજાની ખેતી ઝડપાઈ
Published on: 30th July, 2026

મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થો વિરોધી ઝુંબેશના ભાગરૂપે, વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં ખેતરના શેઢા પર ગેરકાયદે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. એસઓજી ટીમે બાતમીના આધારે દરોડો પાડી 39.530 કિલોગ્રામ વજનના પાંચ ગાંજાના છોડ જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે ₹19.76 લાખ આંકવામાં આવી છે. પોલીસે રામુસિંહ સરતાનસિંહ ચૌહાણ નામના ખેડૂત સામે NDPS Act હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.