ધોરાજી : વાહન ઓવરટેક દરમિયાન 3 યુવકો પર છરીથી હુમલો, પોલીસ તપાસ
Published on: 05th June, 2025
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અવેડા ચોક નજીક વાહન ઓવરટેક કરતા સમય બંને પક્ષકારો વચ્ચે અથડામણ થયેલી હતી. આ ઘટના માં અજાણ્યા શખ્સોએ 3 યુવકો પર છરીથી હુમલો કર્યો, જેમાં સાહિલ પરમાર, જીજ્ઞેશ બગડા અને સતિષ પરમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ધોરાજી પોલીસે સીસીટીવી કરતાં બનાવની વિગતવાર તપાસ શરૂ કરી છે. છરી વડે થયેલ આ હુમલાની પાછળ કોઇ જૂની અદાવત કે અન્ય કારણો હોઈ શકે છે, જે પોલીસ તપાસ પછી ખુલાસો થશે.