નિકોલમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર AMCનું બુલડોઝર ફર્યું
નિકોલમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર AMCનું બુલડોઝર ફર્યું
Published on: 30th June, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિકોલ વોર્ડમાં આવેલા વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. નકશા બહાર અને બિન-પરવાનગી વગર બાંધવામાં આવેલા આશરે ૨,૨૧૭ ચોરસ ફૂટ બાંધકામને તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહીમાં કુલ ૮૦,૦૦૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો. AMCની ટીમે ભારે મશીનરી અને પોલીસ સ્ટાફની મદદથી આ ડિમોલિશન હાથ ધર્યું, જેમાં માર્જિન અને એડિશનલ ફ્લોર પર થયેલા બાંધકામોનો સમાવેશ થાય છે.