પાટણમાં લગ્નના વરઘોડામાં વરરાજાને માર માર્યો
પાટણમાં લગ્નના વરઘોડામાં વરરાજાને માર માર્યો
Published on: 29th June, 2026

પાટણ તાલુકાના હાજીપુર ગામે લગ્નના વરઘોડા દરમિયાન એક શખ્સે વરરાજાને ઘોડી પરથી નીચે પાડી માર માર્યો અને શુટ ફાડી નાખ્યો. વચ્ચે છોડાવવા આવેલા વરરાજાની માતા, કાકા અને કાકીને પણ માર માર્યાનો આક્ષેપ છે. પાંચ શખ્સો વિરૂદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ઘટનામાં વરરાજાનો સોનાનો દોરો પણ પડી ગયાનો ઉલ્લેખ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.