ભરૂચના ભાડભૂત બેરેજ સાઇટ નજીક ગેરકાયદે માટી ખનન
ભરૂચના ભાડભૂત બેરેજ સાઇટ નજીક ગેરકાયદે માટી ખનન
Published on: 29th June, 2026

મનાડ ગામમાં ભાડભૂત બેરેજ સાઇટ નજીક નર્મદા નદી કિનારે ગેરકાયદે માટી ખોદકામ અને CRZ નિયમોના ભંગ અંગે જિલ્લા તંત્ર સમક્ષ ફરીથી ફરિયાદ નોંધાઈ છે. કમલેશ એસ. મઢીવાલાએ કલેક્ટર, GPCB અને ભુસ્તરશાસ્ત્રી કચેરીમાં રજૂઆત કરી ફેજદારી કાર્યવાહી અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આક્ષેપ છે કે CRZ પ્રતિબંધિત વિસ્તારમાંથી મોટી માત્રામાં માટી ખોદી ભાડભૂત બેરેજ યોજના તેમજ ભરૂચ-દહેજ હાઇવેના કામમાં ઉપયોગ કરાયો છે. ગૌચર, તલાવડી અને નદી-નાળા સંબંધિત જમીનોમાંથી પણ માટી કાઢવામાં આવી હોવાનો દાવો છે. અગાઉની ફરિયાદ બાદ મામલો દબાવવાના પ્રયાસો થયાનો આક્ષેપ છે.