ડભોઇના પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ડભોઇના પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
Published on: 29th June, 2026

ડભોઇ પોલીસે પલાસવાડા રેલવે ફાટક પાસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી છે. છોટાઉદેપુર તરફથી ભાવનગર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પાઇલોટિંગ કરતી ઇકો કારમાંથી બે ઇસમોને દબોચી લેવાયા હતા, જ્યારે દારૂ ભરેલી TUV 300 ગાડીનો ચાલક પોલીસને જોઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ ભરેલી ગાડીમાંથી કુલ 1384 નંગ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂા. 4,42,424 થાય છે. આ કાર્યવાહી દરમિયાન ભાવનગરના બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.