Stock Market Opening: નજીવા વધારા સાથે શેરમાર્કેટ શરૂ, સેન્સેક્સ 83,786.38 અંકે
Published on: 02nd July, 2025
બુધવારે ભારતીય શેરબજારની શરૂઆત લીલા નિશાન સાથે થઈ, જેમાં સેન્સેક્સ (Sensex) +89.09 પોઇન્ટ અને નિફ્ટી (Nifty) +18.95 પોઇન્ટ સાથે ખુલ્યા. વૈશ્વિક સ્તરે, એશિયા પેસિફિક (Asia Pacific) શેરબજારમાં સુસ્તી જોવા મળી, કારણ કે રોકાણકારો અમેરિકી ફેડ (FED) ચેરમેન પૉવેલના નિવેદનોને લઈને સાવધ હતા. જાપાનના નિક્કેઇ (Nikkei) અને ટોપિક્સ (Topics) માં ઘટાડો નોંધાયો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ASX 200 ઇન્ડેક્સ (Index) અપટ્રેન્ડમાં રહ્યો. અમેરિકી સ્ટોક ફ્યૂચર્સ (Stock Futures) સ્થિર રહ્યા, જોકે વોલ સ્ટ્રીટ (Wall Street) માં ઓછો ઉત્સાહ હતો. મંગળવારે અમેરિકામાં S&P 500 ઇન્ડેક્સ (Index) ઘટ્યો, Nasdaq Composite માં પણ ઘટાડો થયો, પરંતુ Dow Jones માં વધારો જોવા મળ્યો.