ભાન્ડુ ગામનું શ્રીલંકા આકારનું તળાવ
ભાન્ડુ ગામનું શ્રીલંકા આકારનું તળાવ
Published on: 03rd August, 2026

મહેસાણા-ઊંઝા હાઇવે પર સ્થિત ભાન્ડુ ગામનું અનોખું તળાવ, જે શ્રીલંકાના નકશા જેવો આકાર ધરાવે છે, તે ગામમાં નહીં પરંતુ ૭ કિલોમીટર દૂર સાતુસણા વિસ્તારમાં થયેલા વરસાદથી ભરાય છે. ઉપરવાસમાં થયેલા વરસાદનું પાણી કુદરતી વહેણ દ્વારા સુજલામ સુફલામ કેનાલ પર બનાવેલી નહેર દ્વારા તળાવમાં પહોંચે છે. નોંધનીય છે કે, તળાવ સંપૂર્ણ ભરાઇ જાય ત્યારે પાણી ગામમાં પ્રવેશતું નથી, પરંતુ પગથિયાં જેવા સ્ટેપ્સ મારફતે સીધું કેનાલમાં ઝરણાં જેવું દ્રશ્ય સર્જાતાં વહે છે.