પંચમહાલમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સરકારી સહાય
પંચમહાલમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલ મહિલાના પરિવારને રૂ. 4 લાખની સરકારી સહાય
Published on: 03rd August, 2026

શહેરાના નાંદરવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલ સંતોષબેન બામણીયાના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હાથે આર્થિક સહાયનો ચેક અર્પણ કરી પરિવારને દિલાસો આપવામાં આવ્યો. આ દુર્ઘટના ખેતરમાં રોપણી કામગીરી દરમિયાન બની હતી, જેમાં સંતોષબેન પર વીજળી પડતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સહાય પીડિત પરિવાર માટે મોટી રાહતરૂપ બની છે.