મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ઉગ્રવાદી હુમલામાં બે મહિલાઓ સહિત 4 ના મોત
Published on: 14th September, 2026

મણિપુરમાં ઉગ્રવાદીઓની હિંસા ચાલુ રહી છે. તામેંગલોંગ અને નોની જિલ્લામાં થયેલા બે અલગ-અલગ હુમલાઓમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા છે. પ્રથમ હુમલામાં એક ઘર પર હુમલો થયો જેમાં બે લોકો માર્યા ગયા, જ્યારે બીજા હુમલામાં એક મહિલા અને એક પુરુષની ગોળી મારી હત્યા કરવામાં આવી. મુખ્યમંત્રી Y ખેમચંદ સિંહે આ ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું અને નિર્દોષ નાગરિકો પર થયેલી હિંસાને કાયરતા ગણાવી.