RBIનો નવો નિયમ: સાયબર ફ્રોડમાં હવે આખું બેંક એકાઉન્ટ નહીં થાય ફ્રીઝ
RBIનો નવો નિયમ: સાયબર ફ્રોડમાં હવે આખું બેંક એકાઉન્ટ નહીં થાય ફ્રીઝ
Published on: 14th September, 2026

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સાયબર ફ્રોડના કિસ્સાઓમાં ગ્રાહકોને મોટી રાહત આપી છે. હવે, જો કોઈ શંકાસ્પદ transaction થાય, તો બેંકો ગ્રાહકોના આખા બેંક એકાઉન્ટને ફ્રીઝ નહીં કરે. તેના બદલે, માત્ર શંકાસ્પદ રકમ પર કામચલાઉ રોક (lien) મૂકવામાં આવશે, જ્યારે બાકીની રકમનો ગ્રાહક ઉપયોગ કરી શકશે. ગ્રાહકને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 20 દિવસનો સમય મળશે, અને બેંકે 10 દિવસમાં ચકાસણી કરવી પડશે. જો કેસ ઉકેલાય નહીં, તો પોલીસને 30 દિવસમાં સ્ટેચ્યુટરી રિસ્ટ્રેન્ટ ઓર્ડર જારી કરવો પડશે. આ નિયમ 1 એપ્રિલ, 2027થી લાગુ થશે.