ઈરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધ
ઈરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધ
Published on: 28th February, 2026

સાઉદી અરેબિયાએ ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં અમેરિકા સાથે જોડાવાની જાહેરાત કરી. ઈરાને ઉત્તરી ઇઝરાયલમાં મિસાઈલો વડે વળતો હુમલો કર્યો. ટ્રમ્પે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સને આત્મસમર્પણ કરવા વિનંતી કરી છે, અને જો તેઓ આમ કરશે તો તેમને સંપૂર્ણ માફી આપવાનું વચન આપ્યું છે. ઈરાને કતાર, સાઉદી અરેબિયા, UAE, કુવૈત અને બહેરીનમાં અમેરિકાના સૈન્ય બેઝો ઉપર મિસાઈલ વડે હુમલો કર્યો. ઇઝરાયલે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાંડરને મોતને ઘાટ ઉતાર્યો. ઈરાની મિસાઈલોએ અત્યાર સુધીમાં કતારમાં અલ ઉદેદ એર બેઝ, કુવૈતમાં અલ સાલેમ એર બેઝ, UAEમાં અલ ધફરા એર બેઝ, બહેરીનમાં યુએસ 5મો ફ્લીટ નૌકાદળ બેઝ પર હુમલો કર્યો છે.