ભારતીય મહિલા અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ચૂંટણી જીતી
ભારતીય મહિલા અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ચૂંટણી જીતી
Published on: 23rd June, 2026

બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને પહેલી વખત ચૂંટણી લડી રહેલી અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં વોર્ડ-૧ કાઉન્સિલ સીટ માટે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. આ વિજય સાથે તે છેલ્લા ત્રણ દાયકામાં વોર્ડ-૧ની પહેલી પ્રતિનિધિ બનવા તરફ અગ્રેસર છે. રેન્ક્ડ ચોઇસ વોટિંગ સિસ્ટમ હેઠળ થયેલી મતગણનાના ચોથા રાઉન્ડમાં અપર્ણા રાજને ૫૨ ટકા મત મળ્યા.