અમેરિકાનો લાલચી પ્લાન: ઈરાનની ફ્રીઝ સંપત્તિ છોડવા માટેની શરતો
અમેરિકાનો લાલચી પ્લાન: ઈરાનની ફ્રીઝ સંપત્તિ છોડવા માટેની શરતો
Published on: 23rd June, 2026

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ઈરાન ડીલ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. અમેરિકા ઈરાનની ફ્રીઝ સંપત્તિ મુક્ત કરી શકે છે, પરંતુ આ માટે અમેરિકાએ શરતો મૂકી છે. જો ઈરાન અમેરિકન સોયા, મકાઈ અને ઘઉં ખરીદશે તો તેની ફ્રીઝ સંપત્તિ મુક્ત થઈ શકે છે. આ નાણાંનો ઉપયોગ અમેરિકન અર્થતંત્રને ટેકો આપવા અને અમેરિકન ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે થશે. વેન્સે સ્વિટ્ઝર્લૅન્ડમાં IAEA દ્વારા ઈરાનની પરમાણુ સુવિધાઓના નિરીક્ષણની પણ પુષ્ટિ કરી.