ઈજિપ્તની ટીવી એન્કર સારા ખલીફાને ડ્રગ્સ કેસમાં મળ્યો મૃત્યુદંડ
ઈજિપ્તની ટીવી એન્કર સારા ખલીફાને ડ્રગ્સ કેસમાં મળ્યો મૃત્યુદંડ
Published on: 07th September, 2026

ઇજિપ્તની એક કોર્ટે લોકપ્રિય ટીવી એન્કર સારા ખલીફા અને અન્ય ૧૧ લોકોને ડ્રગ્સ બનાવવા અને હેરફેરના ગંભીર કેસમાં દોષિત ઠેરવી મૃત્યુદંડની સજા ફટકારી છે. ૩૯ વર્ષીય સારા, જે 'મિશન ઈમ્પોસિબલ' ક્રાઈમ શો હોસ્ટ કરતી હતી, તેના પર ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સામેલ હોવાનો આરોપ હતો. તેની કોસ્મેટિક સર્જરી ક્લિનિક અને ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની પણ હતી. પોલીસ દરોડામાં ૭૫૦ કિલોથી વધુ ડ્રગ્સ મળ્યા હતા.