નેપાળમાં ભયાનક પૂર બાદ ફરી ભૂકંપના આંચકા
નેપાળમાં ભયાનક પૂર બાદ ફરી ભૂકંપના આંચકા
Published on: 06th September, 2026

નેપાળમાં ભયાનક ફ્લેશ ફ્લડના આશરે 10 દિવસ બાદ રવિવારે સાંજે 3.8 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર 20 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ઓછી તીવ્રતાને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. આ પહેલા 27 ઓગસ્ટે પણ 3.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળમાં જળ હોનારતમાં મૃત્યુઆંક 1,344 પર પહોંચ્યો છે, અને ભારતીય NDRF ટીમ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે.