કેનેડા કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું મૃત્યુ, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે
કેનેડા કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું મૃત્યુ, 2 ઓગસ્ટે પાર્થિવ દેહ આવશે
Published on: 26th July, 2026

કેનેડામાં 18 જુલાઇની રાત્રે કાર અકસ્માતમાં અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું દુઃખદ અવસાન થયું. સાસ્કાચેવાન હાઈવે પર રોંગ સાઇડમાં પૂરઝડપે આવતી કારે ભીષ્મની કારને ટક્કર મારતા તે મેદાનમાં પલટી ખાઈ ગઈ. ગંભીર ઈજાઓને કારણે ભીષ્મનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સની કારમાંથી આલ્કોહોલ અને ડ્રગ્સ મળ્યું હતું. આગામી 2 ઓગસ્ટે ભીષ્મનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવશે.