મહારાષ્ટ્ર રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો કહેર
મહારાષ્ટ્ર રાજ્યમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો કહેર
Published on: 26th July, 2026

ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા વરસાદજન્ય રોગોનો પ્રકોપ વધ્યો છે. 21 જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 3,762 અને મેલેરિયાના 2,036 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી છે, જેમાં તાવ સર્વેક્ષણ, રક્ત પરીક્ષણ, જંતુનાશક છંટકાવ અને જનજાગૃતિ અભિયાન જેવા નિવારક પગલાં યુદ્ધના ધોરણે અમલમાં મૂક્યા છે. ડેન્ગ્યુ માટે 48,342 નમૂનામાંથી 3,762 પોઝિટિવ મળ્યા, જ્યારે ચિકનગુનિયાના 23,111માંથી 784 કેસ નોંધાયા. મેલેરિયા નિયંત્રણ માટે ઘરે-ઘરે છંટકાવ અને સર્વે પર ભાર મૂકવામાં આવ્યો છે.