PM મોદી અને શી જિનપિંગની BRICS સમિટમાં મુલાકાત
PM મોદી અને શી જિનપિંગની BRICS સમિટમાં મુલાકાત
Published on: 13th September, 2026

BRICS સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. આ મુલાકાતમાં શી જિનપિંગે ભારતા સાથેના સંબંધોને ભાગીદારીપૂર્ણ ગણાવ્યા અને ચીન ભારતને પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ વિકાસની તક તરીકે જુએ છે તેમ જણાવ્યું. બંને નેતાઓએ વેપાર, રોકાણ અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. શી જિનપિંગે BRICS, SCO, UN અને G20 જેવા મંચો પર સાથે મળી કામ કરવાનો ભાર મૂક્યો. આ બેઠક બંને દેશોના સંબંધોને સામાન્ય બનાવવા માટે મહત્વપૂર્ણ ગણી શકાય.