મુંબઈના નાલાસોપારામાં ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા
મુંબઈના નાલાસોપારામાં ગણેશ મૂર્તિ પડતાં 4 ભક્તો દબાયા
Published on: 13th September, 2026

મુંબઈના નાલાસોપારા પશ્ચિમમાં ગણેશ મૂર્તિ અચાનક નીચે પડતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના દરમિયાન ગણેશ મંડળના ચાર લોકો મૂર્તિ નીચે દટાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, ગણેશ મૂર્તિને લઈ જતી વખતે વરસાદ શરૂ થયો હતો અને તેને બચાવવાના પ્રયાસમાં મૂર્તિનું સંતુલન બગડતાં તે પડી ગઈ. સ્થાનિક લોકોની તાત્કાલિક મદદથી દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નહોતી.