જ્યારે PM મોદીને મળવા પહોંચ્યા બાળપણના મિત્ર
જ્યારે PM મોદીને મળવા પહોંચ્યા બાળપણના મિત્ર
Published on: 13th September, 2026

મહારાષ્ટ્રના મીરા રોડમાં રહેતા ૮૧ વર્ષીય અસગર અલી બોહરા, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણના મિત્ર છે, તાજેતરમાં તેમને મળ્યા હતા. બંનેએ ગુજરાતના વડનગરની 'બીએન સ્કૂલ'માં સાથે અભ્યાસ કર્યો હતો. બોહરાએ ૧૯૮૯માં ખરીદેલી જમીન પર ૨૦૧૧માં બિલ્ડરો દ્વારા અતિક્રમણ અને નકલી દસ્તાવેજોનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે PM મોદી સમક્ષ જમીન વિવાદમાં ન્યાય અપાવવા અને CBI તપાસની માંગ કરી છે. PM મોદી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ મ્યુનિસિપલ વહીવટીતંત્રે ૧૬ સપ્ટેમ્બરે મહત્વપૂર્ણ સુનાવણી નક્કી કરી છે.