7 વર્ષે ન વપરાયેલા રસ્તા પરના ડિવાઇડરના સ્ટોન ફેંકી દેવાયા
7 વર્ષે ન વપરાયેલા રસ્તા પરના ડિવાઇડરના સ્ટોન ફેંકી દેવાયા
Published on: 03rd August, 2026

મહેસાણાના શોભાસણ-કસ્બા TP વિસ્તારમાં વિકાસકાર્યોમાં ભારે બેદરકારી જોવા મળી રહી છે. વર્ષો પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા, પણ હજુ વપરાયા ન હોય તેવા ડિવાઇડરના કર્બિંગ સ્ટોનને નવા વિકાસના નામે કાઢીને ફેંકી દેવામાં આવી રહ્યા છે. આ કર્બિંગ મોટાભાગે સારી સ્થિતિમાં હોવા છતાં, પુનઃઉપયોગને બદલે તેને કચરાની જેમ નિકાલ કરાઈ રહ્યા છે. આ જાહેર નાણાંનો ગંભીર બગાડ છે.