ગુજરાતમાં આકરી ગરમીની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આકરી ગરમીની હવામાન વિભાગની આગાહી
Published on: 11th March, 2026

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી છે. જૂનાગઢ, બોટાદ સહિતના વિસ્તારોમાં યલો અને રાજકોટ, મોરબી જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. IMDના જણાવ્યા અનુસાર આગામી 90 દિવસ હીટવેવની અસર રહેશે અને અન્ય વિસ્તારોમાં પણ તાપમાન વધવાની શક્યતા છે.