DIGP આર.વી. અસારીની ભાવનગર બદલી થતા ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં વિદાય સમારોહ યોજાયો.
DIGP આર.વી. અસારીની ભાવનગર બદલી થતા ગોધરા પોલીસ હેડક્વાર્ટરમાં વિદાય સમારોહ યોજાયો.
Published on: 11th March, 2026

ગોધરા રેન્જ DIGP આર.વી. અસારીની ભાવનગર ખાતે બદલી થતાં પોલીસ હેડક્વાર્ટર ખાતે વિદાય સમારોહ યોજાયો. જેમાં ઉચ્ચ અધિકારીઓ અને SP સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ DIGP અસારીના માર્ગદર્શન અને કામગીરીની પ્રશંસા કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા બદલ તેમનું યોગદાન બિરદાવ્યું હતું. તેમને ફૂલોથી વધાવી ગ્રુપ દ્વારા દોરડા વડે ગાડી ખેંચી વિદાય અપાઈ. ભાવનગર માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.