મોરબીના લાયન્સનગરમાં ગોઠણસમા પાણી
મોરબીના લાયન્સનગરમાં ગોઠણસમા પાણી
Published on: 03rd August, 2026

મોરબીમાં ભારે વરસાદ બાદ પણ નવલખી રોડ પરના લાયન્સનગરમાં ગોઠણસમા પાણી ભરાયેલા છે. 200થી વધુ આવાસો ધરાવતા આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી મેઘવિરામ છતાં પાણીનો નિકાલ ન થતા રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ હાલાકી ભોગવી રહી છે. ઘરોમાં પાણી ઘુસી ગયા છે અને રોગચાળો ફેલાવાની ભીતિ છે. તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા મહિલાઓએ કલેક્ટર, મેયર કે કોર્પોરેટરો દ્વારા તાત્કાલિક લેવલિંગ અને નિકાલની વ્યવસ્થા ન કરાય તો નવલખી ફાટક ખાતે ચક્કાજામ કરવાની ચીમકી આપી છે. સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.