ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, તાપી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ
ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, તાપી, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં 10 ઈંચથી વધુ વરસાદ
Published on: 01st August, 2026

ગુજરાતમાં 31 જુલાઈ 2026 ના રોજ રેડ એલર્ટ વચ્ચે સુરતના અંબિકામાં 24.06 ઈંચ સહિત ભારે વરસાદ નોંધાયો. ત્રણ તાલુકામાં 16 ઈંચથી વધુ અને નવ તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ પડ્યો. સુરત, તાપી, ખેડા, નવસારી, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ, નર્મદા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ વરસ્યો. અમદાવાદમાં પણ તોફાની વરસાદ જોવા મળ્યો. કુલ 255 તાલુકામાં અતિ ભારેથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સર્વત્ર પાણી ભરાયા હતા.