વરસાદી માહોલમાં સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ
વરસાદી માહોલમાં સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ
Published on: 01st August, 2026

દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા અને ઓખાને જોડતા સુદર્શન સેતુ પર સોલાર પેનલમાં શોર્ટ સર્કિટ થતાં ધુમાડા નીકળ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે બનેલી આ ઘટનાથી વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતા ફેલાઈ હતી. સમયસર નિયંત્રણ મેળવાતા કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. અંદાજે રૂ. 960 કરોડના ખર્ચે બનેલા આ સેતુ પર આ ઘટનાએ ઇલેક્ટ્રિકલ વ્યવસ્થાની સલામતી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામની માંગ કરી છે.