નવસારીના પેરા ગામમાં ભારે વરસાદ, 15 વર્ષ જૂનું સરકારી આવાસ ધરાશાયી
નવસારીના પેરા ગામમાં ભારે વરસાદ, 15 વર્ષ જૂનું સરકારી આવાસ ધરાશાયી
Published on: 01st August, 2026

નવસારી તાલુકાના પેરા ગામે ભારે વરસાદને કારણે 15 વર્ષ જૂનું સરકારી આવાસ મકાન તૂટી પડતાં અફરાતફરી મચી ગઈ. કાટમાળમાં દટાયેલા 8 સભ્યોમાંથી 3 ઈજાગ્રસ્ત થયા છે, જેમાં મહેશભાઈની માતા, પત્ની અને બહેનનો સમાવેશ થાય છે. તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મકાનની મરામત કે રિનોવેશન ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં આવા જર્જરિત મકાનો તૂટી પડવાથી જાનમાલનું નુકસાન થાય છે.