કચ્છમાં સરેરાશ 56.46% જ વરસાદ
કચ્છમાં સરેરાશ 56.46% જ વરસાદ
Published on: 17th September, 2026

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના પગલે કુલ સરેરાશ વરસાદ 84.74% પહોંચ્યો છે. જોકે, કચ્છ જિલ્લો અને કચ્છ રીજીયન 56.46% સાથે વરસાદની દ્રષ્ટિએ રાજ્યમાં સૌથી પાછળ છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 112.46% વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, નખત્રાણા અને લખપત જેવા ત્રણ તાલુકામાં 50% થી ઓછો વરસાદ થયો છે, જે ચિંતાનો વિષય છે. અન્ય તાલુકાઓમાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.