PM મોદીના 76મા જન્મદિવસ પર વિશ્વ ઉમિયાધામ ખાતે 25 વર્ષની જનસેવાને બિરદાવાઈ
PM મોદીના 76મા જન્મદિવસ પર વિશ્વ ઉમિયાધામ ખાતે 25 વર્ષની જનસેવાને બિરદાવાઈ
Published on: 17th September, 2026

અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ ખાતે, PM નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે "આશીર્વાદનો દીવો" પ્રગટાવીને તેમની 25 વર્ષની અવિરત જનસેવાને બિરદાવવામાં આવી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શહેરીજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ દીપોત્સવ યોજાયો. કાર્યક્રમમાં 76+76 દીકરીઓએ 'પૂર્ણ વંદે માતરમ્' ગાન કર્યું. ભક્તિરસસભર લોક ડાયરા, ભજન સંધ્યા અને 'સંકલ્પ - વિકસિત ભારત 2047' ની પ્રસ્તુતિ પણ યોજાઈ. આ પ્રસંગે વડાપ્રધાનના દેશભક્તિપૂર્ણ જીવનને ઉજાગર કરાયું.