ગુજરાતમાં MSME એકમોનું GIS આધારિત મેપિંગ
ગુજરાતમાં MSME એકમોનું GIS આધારિત મેપિંગ
Published on: 17th September, 2026

ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત મેપિંગ 'PM ગતિ શક્તિ પોર્ટલ' સાથે સંકલિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 'રૅઇઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પરફોર્મન્સ’(RAMP) યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ગુજરાત ઈન્ફો પેટ્રો લિમિટેડ (GIPL) દ્વારા એકમોની મુલાકાત લઈને જિયો-ટેગિંગ અને ડેટા એકત્રીકરણ કરાશે. આનાથી MSME ક્ષેત્ર માટે સંકલિત ડેટાબેઝ બનશે, જે માળખાકીય સુવિધાઓના આયોજન, નીતિ ઘડતર અને યોજનાઓના અસરકારક અમલીકરણમાં મદદરૂપ થશે.