પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
પાટણમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
Published on: 03rd August, 2026

પાટણ શહેરમાં ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે નાળું, પદ્મનાભ ચોકડીથી યશધામ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા હતા. પાણીના ઝડપી નિકાલ માટે નગરપાલિકાની ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીને અનેક સ્થળોએ રસ્તા કાપી પાણીના નિકાલ માટે માર્ગ બનાવ્યા હતા. આ કામગીરીને કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે.