સાંતલપુરના અબિયાણા ગામના વીરપુર પરુમાં 15થી વધુ ઘરોમાં પાણી
સાંતલપુરના અબિયાણા ગામના વીરપુર પરુમાં 15થી વધુ ઘરોમાં પાણી
Published on: 03rd August, 2026

સાંતલપુર તાલુકામાં 18 ઇંચ વરસાદ બાદ પણ અબિયાણા ગામના વીરપુર ગામડી વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયેલા છે. 15થી વધુ ઘરોમાં પાણી હોવાથી 40 પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. નીચાણવાળા આ વિસ્તારમાં પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનોમાં સરકારી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓએ જણાવ્યું કે, દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે રાશન-પાણી બગડી જાય છે અને બાળકો-વૃદ્ધો સાથે મુશ્કેલી પડે છે.