ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી: 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
Published on: 01st August, 2026

ગુજરાતમાં મેઘરાજાની ભારે બેટિંગ વચ્ચે હવામાન વિભાગે પહેલી ઓગસ્ટના સવારે 7 થી 10 વાગ્યા સુધીના નાઉકાસ્ટમાં રેડ, ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના પગલે રેડ ઍલર્ટ અપાયું છે. અન્ય જિલ્લાઓમાં પણ ઓરેન્જ અને યલો ઍલર્ટ જારી કરાયા છે. રાજ્ય પ્રશાસન સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે અને NDRF-SDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.