લખપત તાલુકામાં મેઘરાજાની હાથતાળી
લખપત તાલુકામાં મેઘરાજાની હાથતાળી
Published on: 17th September, 2026

સમગ્ર કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે લખપત તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા સતત હાથતાળી આપી રહ્યા છે. નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં માત્ર એક થી દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સિઝનનો કુલ વરસાદ માંડ 2 થી 3 ઈંચ રહ્યો છે. આના કારણે ગામના ડેમ, તળાવો અને બંધારો હજુ પણ સાવ ખાલીખમ છે. પશુઓ માટે ઘાસચારાની આશા બંધાઈ છે, પરંતુ પીવાના પાણીની ચિંતા ખેડૂતો અને માલધારીઓમાં યથાવત છે. અરબી સમુદ્રમાં ખરાબ હવામાનને કારણે બોટો કિનારે પરત બોલાવવામાં આવી હતી. લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે.