પાલનપુરમાં વીજળી પડતા અગાશી તૂટી, થરામાં ટાવર અને દુકાનોમાં નુકસાન
પાલનપુરમાં વીજળી પડતા અગાશી તૂટી, થરામાં ટાવર અને દુકાનોમાં નુકસાન
Published on: 03rd August, 2026

બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં થયેલ વરસાદ દરમિયાન પાલનપુરમાં વીજળી પડતાં શ્રધ્ધા રેસીડન્સીની અગાશીની દીવાલ તૂટી ગઇ હતી અને ઘરોમાં વીજ ઉપકરણો બળી ગયા હતા. ઓગડના થરામાં એક ટાવર પર વીજળી પડતાં નજીકની દુકાનોમાં વેલ્ડિંગ મશીન, એલઇડી લાઇટ, પંખા, સીસીટીવી કેમેરા અને વાયરિંગ સહિતના અનેક ઉપકરણોને નુકસાન થયું હતું. ડીસા તાલુકાના ગામડાઓમાં ભારે વરસાદથી ઊભો પાક પાણીમાં ડૂબી ગયો છે. કાંકરેજ તાલુકામાં વીજળી પડતાં બે ભેંસોના મોત થયા હતા.