અમદાવાદમાં 24 કલાકમાં ભારે વરસાદ, થલતેજમાં 4 ઇંચ, બોપલમાં 3 ઇંચ
અમદાવાદમાં 24 કલાકમાં ભારે વરસાદ, થલતેજમાં 4 ઇંચ, બોપલમાં 3 ઇંચ
Published on: 01st August, 2026

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, થલતેજમાં સૌથી વધુ 4.09 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ બોપલમાં 3.90 ઇંચ વરસાદ પડ્યો છે. બોડકદેવ, અસારવા, સાયન્સ સિટી, ચાંદલોડિયા, મોટેરા, કાલુપુર, રાણીપ અને દૂધેશ્વરમાં પણ ભારે વરસાદ થયો. આજે સવારે 6 થી 8 દરમિયાન માત્ર 4 વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે, જેમાં બકરોલમાં સૌથી વધુ 0.41 ઇંચ વરસાદ થયો.