ગુજરાતમાં સૂકા પવનોને કારણે ગરમી યથાવત
રાજ્યમાં સૂકા પવનો ફૂંકાવાને કારણે ગરમીની અસર યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેમાં રાજકોટમાં 40 ડિગ્રી અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના સમયે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે.
