રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Published on: 17th September, 2026

રાજ્યમાં ત્રણ દિવસના ધમાકેદાર વરસાદી રાઉન્ડ બાદ હવે વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, હાલમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 85 ટકા વરસાદ વરસ્યો છે, છતાં 9 ટકાની ઘટ યથાવત છે. દક્ષિણ ગુજરાતમાં 112% સાથે સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં 56% સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.