અમદાવાદમાં કમોસમી વરસાદથી કેરી, ઉનાળુ પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોની ચિંતા વધી.
અમદાવાદમાં કમોસમી વરસાદથી કેરી, ઉનાળુ પાકને નુકસાનની ભીતિ, ખેડૂતોની ચિંતા વધી.
Published on: 19th April, 2026

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પલટો આવશે. મહીસાગર, દાહોદ, અમરેલીમાં હળવો વરસાદ, જ્યારે અમરેલી, ભાવનગર, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરતમાં પણ માવઠું પડી શકે છે. આ કમોસમી વરસાદથી કેરી, બાજરી, તલ જેવા પાકોને નુકસાનની ભીતિ છે. ખાસ કરીને અમરેલી અને ભાવનગરમાં કેરીના પાકને નુકસાન થઈ શકે છે.