ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લો ખીલી ઉઠ્યો
ચોમાસામાં છોટાઉદેપુર જિલ્લો ખીલી ઉઠ્યો
Published on: 28th August, 2026

અનુકૂળ વાતાવરણ અને ચોમાસાની ઋતુને કારણે છોટાઉદેપુર જિલ્લો કુદરતી સૌંદર્યથી છલકાઈ રહ્યો છે. ચારે તરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી વચ્ચે જંગલોમાં થનગનતા મોરના દ્રશ્યો પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. મોરની કળા અને તેના મધુર ટહૂકા વાતાવરણને ખુશનુમા બનાવી રહ્યા છે. ડુંગરાળ વિસ્તારોની હરિયાળી વચ્ચે રાષ્ટ્રીય પક્ષી મોરનું નૃત્ય જોવાલાયક છે, જે સમગ્ર પંથકમાં આનંદ અને ઉત્સાહ પ્રસરાવી રહ્યું છે.