અમદાવાદ: 5 ફૂટના અંતરે તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત!
અમદાવાદ: 5 ફૂટના અંતરે તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત!
Published on: 06th May, 2026

અમદાવાદના રસ્તાઓ 51 ડિગ્રીએ તપે છે, જ્યારે વૃક્ષો નીચે 15 ડિગ્રીની રાહત મળે છે. બપોરે રસ્તાઓ 50-51 ડિગ્રી સે. પર હોય છે, જ્યારે વૃક્ષછાંયામાં તાપમાન 10-15 ડિગ્રી ઓછું, 36-38 ડિગ્રી સે. નોંધાયું છે. IIM રોડ અને અંધજન ચાર રસ્તા પાસે આ તફાવત સ્પષ્ટ જોવા મળ્યો. કોંક્રિટ અને ડામર ગરમી શોષે છે, જ્યારે વૃક્ષો છાંયો આપી તાપમાન ઘટાડે છે. શહેરમાં ઘટતી હરિયાળી ગરમી વધારે છે.